ગજબ ટેક્નોલોજી...મૃત બાળકી સાથે માતાનું મિલન, બંનેએ પેટ ભરીને વાતો કરી, એકબીજાને સ્પર્શ કર્યો
દુનિયામાં જે વ્યક્તિ જન્મ લે છે તેનુ મૃત્યું નિશ્ચિત છે. પરંતુ આમ છતાં આપણા સ્વજનના ગુમાવવાનું દુ:ખ આપણે સહન કરી શકતા નથી. આવામાં જો તમે તમારા મૃત સ્વજનની સાથે વાત કરી શકો, તેમને સ્પર્શી શકો તો કેવું? ટેક્નોલોજીની મદદથી હવે આ શક્ય બન્યું છે.
Trending Photos
સિયોલ: દુનિયામાં જે વ્યક્તિ જન્મ લે છે તેનુ મૃત્યું નિશ્ચિત છે. પરંતુ આમ છતાં આપણા સ્વજનના ગુમાવવાનું દુ:ખ આપણે સહન કરી શકતા નથી. આવામાં જો તમે તમારા મૃત સ્વજનની સાથે વાત કરી શકો, તેમને સ્પર્શી શકો તો કેવું? ટેક્નોલોજીની મદદથી હવે આ શક્ય બન્યું છે. હકીકતમાં હાલમાં જ દક્ષિણ કોરિયામાં આવો એક બનાવ સામે આવ્યો છે જેમાં એક ટેલિવિઝન શોમાં એક માતાએ તેની મૃત બાળકી સાથે મુલાકાત કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં એક શોમાં વર્ચ્યુઅલ રિયાલિટી (Virtual Reality) ની મદદથી એક માતાને તેની પુત્રી સાથે મિલન કરાવવામાં આવ્યું. આ બાળકીનું મોત વર્ષ 2016માં થયું હતું.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન માતા પુત્રીએ એક બીજા સાથે ખુબ વાતો કરી. પુત્રીએ માતાને ભરોસો અપાવ્યો કે હવે તે બિલકુલ ઠીક છે. તેને કોઈ પણ પરેશાની નથી. તેમાં ટચ સેન્સેટિવ ગ્લોવ્ઝ અને ઓડિયોનો પણ ઉપયોગ કરાયો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં માતાને તેની બાળકીને સ્પર્શવાની તક પણ મળી. શરૂઆતમાં માતાને તેની પુત્રીના આ ડિજિટલ રૂપને સ્પર્શવામાં થોડો ખચકાટ થતો હતો પરંતુ ત્યારબાદ તેમણે તેનો હાથ પકડ્યો.
જુઓ LIVE TV
આ બધુ વર્ચ્યુઅલ રિયાલિટીની ટેક્નોલોજીની મદદથી શક્ય બન્યું. ટીવી પર ચાલી રહેલા આ કાર્યક્રમને અનેક લોકોએ જોયો. આવું પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. થોડીવારની મુલાકાત બાદ આ સમગ્ર સફરનો અંત આવ્યો. આખરે પુત્રીએ માતાને કહ્યું કે હવે તે થાકી ગઈ છે અને સૂવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે